સોનમ મલિક : ટોક્યો ઑલિમ્પિકમાં કુસ્તીમાં ચૅમ્પિયન બની શકશે? કેવી છે તૈયારી?

વીડિયો કૅપ્શન, સોનમ મલિક : ટોક્યો ઑલિમ્પિકમાં કુસ્તીમાં ચૅમ્પિયન બની શકશે? કેવી છે તૈયારી?
પ્રકાશિત

સોનમે જ્યારે 2020માં બે વખતનાં ઑલિમ્પિક ચૅમ્પિયન કુસ્તીબાજ સાક્ષી મલિક હરાવ્યાં તો ખેલજગતમાં જ નહીં દેશમાં બધાએ તેમની નોંધ લીધી હતી.

માત્ર 19 જ વર્ષનાં સોનમ મલિકે કુસ્તીમાં પોતાનું સ્થાન એવું જમાવ્યું કે તેમની અવગણના શક્ય નહોતી.

પરંતુ એક સમય એવો પણ હતો કે જ્યારે આ ચૅમ્પિયન કુસ્તીબાજને એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ ઈજાને કારણે ફરીથી કુસ્તી નહીં લડી શકે.

જોકે સોનમ મલિક ઑલિમ્પિકમાં ક્વૉલિફાય થયાં અને હવે પોતાનાં જીવનમાં પ્રથમ વખત ઑલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યાં છે.

સોનમ મલિકે બીબીસી સંવાદદાતા વંદનાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેઓ ઑલિમ્પકમાં મેડલ જીતવા માટે કેવી તૈયારીઓ કરી રહ્યાં છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો