કોરોનામાં આર્થિક મુશ્કેલીને કારણે શિક્ષિકાને સફાઈ વાહનનાં ડ્રાઇવર બનવાની ફરજ પડી
પ્રકાશિત
કોરોના મહામારીને કારણે કેટલાય લોકોના નોકરી-ધંધા પર માઠી અસર થઈ છે. કેટલાય લોકોની નોકરીઓ જતી રહી હોવાને કારણે ગુજરાન ચલાવવાનું સંકટ ઊભું થયું છે.
ત્યારે મહામારીમાં જીવનનિર્વાહ માટે ભુવનેશ્વરમાં કોરોના મહામારીની વચ્ચે સ્નાતક શિક્ષકા સફાઇ વાહનનાં ડ્રાઇવર બની ગયાં છે.
આર્થિક મુશ્કેલીઓને કારણે સ્નાતક શિક્ષિકાને સફાઈ વાહનનાં ડ્રાઇવર બનવાની ફરજ પડી.
સ્મૃતિરેખા બેહરા પહેલાં પ્લે હાઉસ અને નર્સરી સ્કૂલમાં ભણાવતાં હતા પરંતુ કોરોના મહામારી દરમિયાન લૉકડાઉન અને શાળાઓ સતત બંધ રહેતા તેમનાં માટે મુશ્કેલી ઊભી થઈ ગઈ હતી.
આ વીડિયોમાં જુઓ કેવી રીતે સ્મૃતિરેખા બેહરાએ સફાઈકામદારનું કામ શરૂ કરવાનો નિર્ણય કર્યો?



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો