અમદાવાદ : "11 વર્ષ જેલમાં રહ્યા પછી પણ હું નિર્દોષ છું તો મારો વીતેલો સમય પણ પાછો આપો"

પ્રકાશિત

શ્રીનગરના રૈનાવારી વિસ્તારના રહેવાસી બશીર અહમદ બાબાની 2010માં ગુજરાતમાં ઍન્ટિ ટૅરરિસ્ટ સ્ક્વૉડ(એટીએસ)ની ટીમે અમદાવાદથી ધરપકડ કરી હતી.

એ સમયે તેઓ ગુજરાતમાં આવેલી એક સ્વયંસેવી સંસ્થા 'માયા ફાઉન્ડેશન'ના એક વર્કશૉપમાં ભાગ લેવા માટે ગયા હતા.

43 વર્ષીય બશીર બાબા વિજ્ઞાનની ડિગ્રી લીધા બાદ શ્રીનગરમાં એક કમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હતા.

બશીર પર વિસ્ફોટક રાખવાનો અને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓની યોજના ઘડવાનો આરોપ લાગ્યો હતો.

જોકે ગત અઠવાડિયે ગુજરાતની એક કોર્ટે તેમને બધા આરોપોથી 'મુક્ત' કરવાનો નિર્ણય સંભળાવ્યો છે.

તમામ પુરાવા જોયા પછી આણંદના એડિશનલ સેશન્સ જજ એસ.એ. નકુમે બશીર બાબાને નિર્દોષ છોડવાનો હુકમ કરતા કહ્યું છે કે બશીર બાબાએ પાકિસ્તાનમાં કોની સાથે વાત કરી એ પુરવાર થતું નથી અને ગુજરાત આવ્યા પછી એમણે ટ્રેનિંગના તમામ સેશન્સ એટેન્ડ કર્યાં છે આ જોતાં એમણે કોઈ ભાંગફોડની પ્રવૃત્તિ કરી હોય એમ લાગતું નથી. એટલું જ નહીં શ્રીનગરમાં એમની સામે નોંધાયેલો ગુનો સાબિત થયો નથી અને કાશ્મીરથી આવે અને ગુજરાતમાં ટ્રેનિંગ બાદ ફરે એ કોઈ ગુનો નથી માટે એમને છોડવામાં આવે.

બશીરે બીબીસી સાથે વાતચીતમાં આટલા વર્ષોની કહાણી કહી હતી. જુઓ બીબીસી સાથેનો તેમનો આ ઇન્ટરવ્યૂ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો