You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વલસાડ : વાંસમાંથી અવનવી વસ્તુઓ બનાવી પરિવારનું ભરણપોષણ કરતી મહિલાઓ
વલસાડ જિલ્લાના ધરમપુરના આશુરા ગામની માંગ જાતિની 100થી વધુ મહિલા વાંસની પરંપરાગત ઘરવપરાશની વસ્તુઓ બનાવીને તેને વેચી ગુજરાન ચલાવે બની છે.
આ વિસ્તારની આસપાસ રોજગારીના કોઈ ખાસ વિકલ્પો નથી ત્યારે આ મહિલાઓ વાંસ પર પોતાની કારીગરી દ્વારા મહિને આશરે છથી આઠ હજારની કમાણી કરી રહી છે.
ઘરના અન્ય સભ્યો મહિલાઓને નજીકના વિસ્તારમાંથી વાંસ લાવી આપી છે. બાદમાં એક જ ફળિયામાં સાથે મળીને મહિલાઓ એકબીજાની મદદથી 3થી 4 દિવસમાં વિવિધ વસ્તુઓ બનાવે છે.
જોકે કોરોના મહામારીની આ વ્યવસાય પર પણ અસર થઈ હતી. પરંતુ હવે ઉદ્યોગો ફરી ખૂલતા અને લગ્નની સિઝન આવતાં વેપારીઓ દ્વારા ફરી તેમને ઑર્ડર મળવા લાગ્યા છે.
વાંસથી બનેલી આ તમામ વસ્તુઓ મજબૂત હોય છે અને ત્રણ વર્ષ સુધી ટકી શકે છે. પરંતુ પ્લાસ્ટિકનું ચલણ વધતા આ વસ્તુઓની માગ ઘટી છે.
ચોમાસામાં જ્યારે વાંસ બનાવાનું કામ બંધ હોય ત્યારે આ મહિલાઓ મજૂરીએ જાય છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો