ગીરનાં જંગલમાંથી સિંહણે ગામમાં પ્રવેશી રસ્તા વચ્ચે મારણ કર્યું
પ્રકાશિત
અમરેલી-ધારીનાં ગીર જંગલનાં એક ગામમાં સિંહણ ઘૂસી આવી હતી. રહેણાંક વિસ્તારમાં સિંહણ ઘૂસી જતા સ્થાનિકોમાં ભય ફેલાઈ ગયો હતો.
આ ઘટના ગોવિંદપુર ગામમાં શનિવાર વહેલી સવારે બની હતી.
સિંહણે ગામમાં ઘૂસીને એક પશુનું મારણ કર્યું. ગામમાં સિંહણ ઘૂસી જતા અન્ય પશુઓ ડરીને ભાગી ગયા હતા.
જુઓ કેવી રીતે ગામના લોકોએ સિંહણને દૂર ખસેડી હતી?



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો