You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક ખાસ આંબો જેની પર ઊગે છે 121 પ્રકારની કેરી
પ્રકાશિત
ભારતમાં કેરીના અઢળક પ્રકાર છે. દરેક રાજ્ય અલગ-અલગ પ્રકારની કેરી માટે જાણીતાં છે.
પણ જો એક જ આંબા પર અલગ-અલગ પ્રકારની કેરી આવવા લાગે તો?
જી હા, એક ખાસ આંબા પર 121 પ્રકારની કેરી ઊગે છે. આ ખાસ આંબો ઉત્તર પ્રદેશના સહારનપુરમાં આવેલો છે.
કંપની બાગ વિસ્તારમાં લાગલો આ આંબો પંદર વર્ષ જૂનો છે. અમુક વૈજ્ઞાનિકોએ પાંચ વર્ષ પહેલાં આ આંબા પર પ્રયોગ કર્યો હતો.
વૈજ્ઞાનિકોના પ્રયોગ પછી એક જ આંબા પર અલગઅલગ પ્રકારની કેરીઓ ઊગવા લાગી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો