અમદાવાદ : ફક્ત 27 દિવસની અને 700 ગ્રામ વજનની બાળકીનું કપરું ઑપરેશન કેવી રીતે થયું?
પ્રકાશિત
અમદાવાદમાં 27 દિવસની 700 ગ્રામ વજન ધરાવતી અને નિયત સમય પહેલાં જન્મેલી બાળકીની સફળ હાર્ટ સર્જરી કરવામાં આવી છે.
ડૉક્ટરનો દાવો છે કે ગુજરાતમાં સંભવત આટલા ઓછા વજનના બાળક પર પહેલાં ક્યારેય હાર્ટ સર્જરી કરવામાં આવી નથી. જોકે બાળકની આ હાર્ટ સર્જરી અત્યંત જોખમી હતી.
ડૉક્ટરના કહેવા પ્રમાણે બાળકોમાં આવી બીમારી બહુ ઓછી જોવા મળે છે.
બાળકીની આ જોખમી સર્જરી માટે કોઈ ચૂક ન રહી જાય એ માટે ડૉક્ટરોની ટીમે ખૂબ સાવધાની રાખી હતી.
જુઓ બાળકીને કઈ બીમારી હતી અને કેવી રીતે તેનું ઑપરેશન કરાયું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો