You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉદા દેવી : 36 અંગ્રેજોને મારીને પતિના મોતનો બદલો લેનારાં મહિલા
ભલે ઇતિહાસમાં આમની કહાણી ન નોંધાઈ હોય પરંતુ ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌની આસપાસના વિસ્તારોમાં તેમની બહાદુરીની ગાથા સંભળાવનારાની યાદી ઘણી લાંબી છે.
દલિત ઉદા દેવી, લખનૌના નવાબ વાજિદ અલી શાહનાં બેગમ હજરત મહલની સુરક્ષા માટે કામ કરતાં. તેમના પતિ મક્કા પાસી નવાબની સેનામાં એક સૈનિક તરીકે કાર્યરત્ હતા.
વર્ષ 1857ના વિપ્લવમાં નવાબનાં પત્ની હજરત મહલની આગેવાનીમાં લડતાં લડતાં ઉદા દેવીના પતિ અંગ્રેજોના હાથે યુદ્ધભૂમિ પર મૃત્યુ પામ્યા.
આ બાદ શરૂ થઈ પોતાના પતિનો બદલો લેવા માટેની ઉદા દેવીની દાસ્તાન.
જાણો કેવી રીતે આ વીરાંગનાએ 36 અંગ્રેજોનું મોત નીપજાવ્યું. બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં જુઓ વિસરાઈ ગયેલી આ અદ્બુત કહાણી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો