કોરોના વૅક્સિન મુકાવવી સરકાર ફરજિયાત કરી શકે? કાયદો શું કહે છે?
પ્રકાશિત
ગુજરાતનાં 18 શહેરમાં વેપારી સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે તેઓ 30 જૂન સુધી પોતાના કર્મચારીઓનું રસીકરણ કરાવી લે.
સરકારી આદેશમાં કહેવાયું છે કે જો આ સૂચનાનું પાલન નહીં કરવામાં આવે તો આવું કરનાર સંસ્થાને બંધ કરાવી દેવામાં આવશે.
તો મેઘલય હાઇકોર્ટે આવા જ એક સરકારી નિયમને ફગાવી દીધો છે. અને તેને વ્યક્તિના નિજીતાના અધિકાર એટલે કે પ્રાઇવસી રાઇટનું હનન ગણાવ્યું છે.
આ વીડિયોમાં અમે કાયદા નિષ્ણાતો પાસેથી સમજવાનો પ્રયાસ કર્યો કે શું આ પહેલા પણ ક્યારેય રસી મૂકાવવું ફરજિયાત બનાવાયું છે? મહામારી કાયદા અંતર્ગત નાગરિક અને સરકાર - કોનો - કેટલો અધિકાર?



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો