You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત 'આપ'ના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પર સોમનાથ મંદિર પાસે હુમલાનો પ્રયાસ
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને સોમનાથમાં વિરોધનો સામનો કરવો પડ્યો છે.
આ વીડિયોમાં દેખાતાં દૃશ્યો સોમનાથ મંદિરનાં છે, જ્યાં તારીખ 28 જૂનના રોજ સોમવારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દર્શને આવ્યા હતા.
ગોપાલ ઇટાલિયા સાથે ગુજરાત 'આપ'ના અન્ય નેતાઓ પણ હતા.
જ્યારે ઇટાલિયા મંદિર બહાર નીકળી રહ્યા હતા ત્યારે બહાર મોટી સંખ્યામાં હાજર હિંદુ સંગઠનોના સભ્યો ગોપાલ ઇટાલિયા તરફ ધસી આવ્યા હતા.
આ સમયે અચાનક અફરાતફરી મચી અને મોટી સંખ્યામાં લોકો ઇટાલિયા પાછળ દોડ્યા. જોકે, ઇટાલિયા સલામત રીતે ગાડીમાં બેસી ગયા હતા અને ત્યાંથી રવાના થઈ ગયા હતા.
સ્થાનિક હિંદુ સંગઠનોનું કહેવું છે કે ભૂતકાળમાં ઇટાલિયાએ કરેલાં નિવેદનોને લીધે તેમની લાગણી દુભાઈ છે, આથી તેમનો વિરોધ કરાયો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો