પીવા માટે પાણી નહોતું તો પરિવારે જાતમહેનતે 22 દિવસમાં ખોદી નાખ્યો કૂવો

વીડિયો કૅપ્શન, પીવા માટે પાણી ન હતું, પરિવારે નક્કી કર્યું અને ખોદી નાખ્યો 22 દિવસમાં કૂવો
પ્રકાશિત

પાણીની તંગી ભારત જેવા દેશમાં કોઈ અસામાન્ય વાત નથી પરંતુ એક પરિવારે આ તંગીના સમાધાન માટે જે કર્યું એ અસામાન્ય છે.

મહારાષ્ટ્ર ભારતનાં અનેક રાજ્યો પૈકી એક છે જ્યાં પાણીની તંગી લોકોના જીવનનો ભાગ બની ગઈ છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણીની તંગી વર્ષોથી ઉનાળામાં લોકોને પરેશાન કરતી હોય છે.

આવી જ રીતે પાણીની તંગીથી પરેશાન મહારાષ્ટ્રના એક પરિવારે તે દૂર કરવા માટે પોતાના જ ફળિયામાં કૂવો ખોદવાનું નક્કી કર્યું.

વસીમ જિલ્લાના જામખેડમાં રહેતા આ પરિવારે પાણી માટે 22 દિવસમાં જાતે 20 ફૂટ ઊંડો કૂવો ખોદી નાખ્યો.

આ વીડિયોમાં જોઈએ આ પરિવારમાં જાતમહેનતે પોતાની સમસ્યા દૂર કરવાની ધગશ કેવી રીતે આવી?

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો