Aliens કે બીજું કંઈ, આકાશમાં ઊડતી જોવા મળેલી આ અજીબ ચીજ શું છે?

પ્રકાશિત

અમેરિકામાં સરકારનો એક રિપોર્ટ આજકાલ ચર્ચામાં છે, જેમાં આકાશમાં જોવા મળેલી અજાણી રહસ્યમય વસ્તુઓ એટલે કે યુએફઓ (અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ્સ) અંગે નિષ્ણાતોનો મત રજૂ કરવામાં આવ્યો છે.

સરકારે રજૂ કરેલા રિપોર્ટ મુજબ રક્ષા અને ઇન્ટેલિજન્સના નિષ્ણાતો પાસે પૂરતા પુરાવા નથી કે જેનાથી એ નક્કી થઈ શકે કે અમેરિકાના સૈનિક પાઇલટોને દેખાયેલી અજાણી રહસ્યમય વસ્તુઓ પૃથ્વી પરની જ છે કે એલિયન (અંતરિક્ષમાંથી આવેલી વસ્તુઓ) હતી.

આવી જ એક ઘટનામાં વર્ષ 2017માં અમેરિકન નેવીના ફાઇટર જેટના પાઇલટે આકાશમાં ઊડતી આ રકાબી જેવી અનોખી વસ્તુ જોઈ હતી.

જેને પેન્ટાગોને એક અજાણી હવાઈ ઘટના ગણાવી હતી. હવે યુએફઓ પર અમેરિકામાં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

ત્યારે આ વીડિયોમાં જુઓ કે કેવી રીતે લેફ્ટનન્ટ કમાન્ડર એલેક્સ ડિટ્રિચે આવી જ એક ઘટના જોઈ હતી. જ્યારે તેઓ અને તેમની ટીમ દક્ષિણ કૅલિફોર્નિયાના કિનારા પર હવાઈ તાલીમ લઈ રહ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો