કાશ્મીર : ઇન્ટરનેટના અભાવે ઑનલાઇન શિક્ષણ કઈ રીતે મેળવે છે વિદ્યાર્થીઓ?

વીડિયો કૅપ્શન, હિમાલયના પર્વતો પર ચડી ઑનલાઇન ક્લાસ કરતા બાળકો
પ્રકાશિત

કોરોના મહામારીને કારણે શાળાઓ ભારતભરમાં વર્ષ કરતાં વધુ સમયથી બંધ જેવી જ રહી છે.

બાળકો વર્ષથી પણ વધારે વખતથી ઘર રહીને ઑનલાઇન ક્લાસમાં ભણી રહ્યા છે.

કોરોનાએ ભરડો લીધો અને શાળાકીય ભણતરમાં સૌથી અગત્યની ગણાતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ પણ રદ કરવી પડી.

પરંતુ ઑનલાઇન શિક્ષણ મેળવવું બધા માટે સરળ નથી. અંતરિયાળ ગામોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટ અને ફોનની સુવિધા મેળવવી એક સમસ્યા છે.

ભારતપ્રશાસિત કાશ્મીરનાં બાળકો માટે આ સમસ્યા કોરોનાકાળના પહેલાં શરૂ થઈ ગઈ હતી કારણ કે કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેચાયો અને ત્યારથી કર્ફ્યુ લાદવાને કારણે અહીંની શાળાઓ બંધ છે.

આવી પરિસ્થિતિમાં અહીંના વિદ્યાર્થીઓ કેવી રીતે શિક્ષણ મેળવી રહ્યા છે?

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો