You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દાહોદ: આ શિક્ષક આદિવાસી બાળકો માટે જાતે જૂનાં ટીવી રિપેર કરી ભણાવી રહ્યા છે
પ્રકાશિત
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડબલારા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષક રવિન્દ્રકુમાર પ્રજાપતિએ આદિવાસી બાળકોને ભણાવવા માટે એવું કરી બતાવ્યું છે જે ખૂબ જ પ્રેરણાદાયક છે.
કોરોનાને લીધે છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ બંધ છે અને અભ્યાસક્રમ ઑનલાઇન ચાલી રહ્યો છે. પરંતુ દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં બાળકો પાસે ફોન કે ઇન્ટરનેટની અસુવિધાને લીધે તેમનો અભ્યાસક્રમ અટકી પડે છે.
આ સંજોગને જોતા શિક્ષક રવિન્દ્રકુમારે જૂના ટીવી રિપેર કરી દૂરદર્શનના જ્ઞાનસેતુ કાર્યક્રમ હેઠળ બાળકોને ભણાવી રહ્યા છે.
જુઓ, આ ખાસ વીડિયો રિપોર્ટ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો