You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનના નવા રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસીનું રાજકારણ કેવું છે?
ઈરાનમાં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇબ્રાહીમ રઈસીએ જીત હાંસલ કરી લીધી છે.
ઈરાનની ન્યાયપાલિકાના પ્રમુખ રહેલા રઈસી દેશના આગામી રાષ્ટ્રપતિ હશે.
ઈરાનમાં શુક્રવારે 18 જૂનના રોજ મતદાન થયું હતું.
14 ડિસેમ્બર 1960ના રોજ ઉત્તર પૂર્વ ઈરાનના મશહદમાં જન્મેલા હોજ્જત અલ-ઇસ્લામ સૈય્યદ રઈસીને કટ્ટરપંથી વિચારધારાવાળા નેતા માનવામાં આવે છે.
રઈસી ઈરાનની સૌથી સમૃદ્ધ સામાજિક સંસ્થા અને મશહાદ શહરમાં મોજૂદ આઠમા શિયા ઇમામ રેઝાની પવિત્ર દરગાહ અસ્તાન-એ-કોદ્સના સંરક્ષક પણ રહી ચુક્યા છે.
બીબીસી મૉનિટરિંગ અનુસાર રઈસી હંમેશાં કાળી પાઘડી ધારણ કરે છે જે એ વાતનું પ્રતીક છે કે તેઓ સૈયદ એટલે કે શિયા મુસ્લિમ પયગંબર મોહમ્મદના વંશજ છે.
નવા ચૂંટાયેલા ઈરાનના રાષ્ટ્રપતિ અને તેમના રાજકારણ અંગે આવી જ કેટલીક અજાણી વાતો જાણવા જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો