ભારતનાં બાળકો પર કોરોના વાઇરસની ત્રીજી લહેરનું જોખમ તોળાઈ રહ્યું છે?

પ્રકાશિત

સમગ્ર દેશમાં ફેલાયેલી કોરોના મહામારીની બીજી લહેર હજુ ખતમ નથી થઈ ત્યાં ત્રીજી લહેરની વાતો શરૂ થઈ ગઈ છે.

ત્રીજી લહેર ક્યારે આવશે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, પરંતુ ડૉક્ટરો અને નિષ્ણાતોનું માનવું છે કે બાળકો માટે ત્રીજી લહેર અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે.

કોરોનાની પહેલી લહેરમાં RT-PCR ટેસ્ટમાં ચાર ટકા બાળકો પૉઝિટિવ આવ્યાં હતાં જ્યારે બીજી લહેરમાં દસ ટકા બાળકોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે.

વસતીની દૃષ્ટિએ જોવામાં આવે તો દેશના 30 કરોડ બાળકોમાં આ પ્રમાણ 14 ટકા થાય છે.

આ પ્રમાણને જોતાં બાળકો માટે આગામી સમયમાં કોરોના વાઇરસની જે ત્રીજી લહેર ત્રાટકવાની આશંકા છે તે કેટલી ભયાનક નીવડી શકે છે? જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો