AAP : હાર્દિક પટેલ કે સી આર પાટિલ, કેજરીવાલ કોના માટે મુશ્કેલી ઊભી કરશે?

પ્રકાશિત

ગુજરાતમાં આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં તમામ જોર લગાવી રહી છે.

ગુજરાત આવેલા કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી રાજ્યમાં વિધાનસભાની 182 બેઠકો પર ચૂંટણી લડશે.

જે બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જે બાદ હવે એ ચર્ચા છેડાઈ છે કે આપ કોને વધારે નુકસાન કરશે?

નોંધનીય છે કે આમ આદમી પાર્ટી તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતમાં સારું પ્રદર્શન કરીને મુખ્ય વિપક્ષ બની હતી.

ત્યાર બાદ પાર્ટીના મોવડી મંડળે ગુજરાતમાં પાર્ટીના પ્રસાર બાબતે ગંભીરતા દાખવવાનું શરૂ કર્યું હોય તેવું નિષ્ણાતો માને છે.

હવે જોવું એ રહ્યું કે નવી ઉમંગ સાતે ગુજરાતના રાજકારણમાં આવવાનો દાવો કરનાર આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ગઢ મનાતા ગુજરાતમાં કેટલી હદ સુધી પગપેસારો કરી શકશે? જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો