ગુજરાત : એ છોકરીઓની કહાણી જેમનું લૉકડાઉન દરમિયાન ભણતર છૂટી ગયું

પ્રકાશિત

કોરોના વાઇરસ અને લૉકડાઉનની અનેક ઉદ્યોગો પર માઠી અસર પડી છે તો બીજી તરફ અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ જોખમમાં મુકાઈ ગયું છે.

લૉકડાઉનમાં શિક્ષણ ઑનલાઇન શરૂ તો થયું પરંતુ દરેક વિદ્યાર્થીઓ પાસે ઑનલાઇન ભણવાની સગવડ હોતી નથી.

આ મહામારીની સૌથી ખરાબ અસર છોકરીઓ પર થઈ છે. આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા પરિવારોની દીકરીઓને હાલ ભણવાનું છોડી કડિયાકામ કરવાનો વારો આવ્યો છે.

જુઓ ગુજરાતની આ દીકરીઓની દુ:ખભરી કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો