કચ્છની કેસર કેરીની માગ ગુજરાતમાં કેમ વધી રહી છે, શું છે તેની ખાસિયતો?

વીડિયો કૅપ્શન, કચ્છની કેસર કેરીની માગ ગુજરાતમાં કેમ વધી રહી છે, શું છે તેની ખાસિયતો?
પ્રકાશિત

આ છે કેસર કેરી. જોતાં જ ભલભલાંનાં મોંમાં પાણી લાવી દે તેવી રસદાર દેખાતી આ કેરીની એક ખાસ વાત છે.

આ કેરી, કેરી માટે વખણાતા ગીરની નહીં પરંતુ ગુજરાતના રણવિસ્તાર કચ્છની છે. જી, હા કચ્છમાં આ વખતે કેસર કેરીનું મબલક ઉત્પાદન થયું છે.

સામાન્ય રીતે કચ્છમાં કેસર કેરની સિઝન જૂન મહિનાથી શરૂ થાય છે. આ વર્ષે કચ્છમાં દસ હજારથી વધુ હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાને લીધે ગીરની કેરીને ખૂબ જ નુકસાન થયું છે. આ કુદરતી આફતનો ફાયદો કચ્છના ખેડૂતોને થઈ શકે છે.

તમને પણ પ્રશ્ન થઈ રહ્યો હશે કે આવું આખરે કઈ રીતે શક્ય છે? જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો