ગુજરાત : શિક્ષકની નોકરી છોડી યુવાન બન્યા ખેડૂત, આધુનિક તકનીકથી ખેતી કરી કમાય છે લાખો
હાલ જ્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખેતીની જમીનનું ઘટતું જતું કદ એક સમસ્યા બનતી જઈ રહ્યું છે ત્યારે રાજકોટના યુવાને આ સમસ્યા સામે ઝઝૂમવા માટે ખેતીની આધુનિક તકનીક હાઇડ્રોપોનિક્સ અપનાવી ઉદાહરણરૂપ કામ કર્યું છે..
હાઇડ્રોપોનિક્સ ખેતી માટી વગરની ખેતી તરીકે પણ ઓળખાય છે. કારણ કે આ ખેતીમાં માટીની જરૂર નથી પડતી.
રાજકોટ જિલ્લાના મેટોડા ગામમાં રહેતા આ યુવાન ખેડૂત રસિકભાઈ નકુમ છે. તેમણે શિક્ષકની નોકરી છોડી ખેતી ક્ષેત્રે કંઈક કરી બતાવવા આ આધુનિક રસ્તો અપનાવ્યો છે.
હાલમાં શાકભાજી ઉગાડવા માટે કેમિકલનો ઉપયોગ થાય છે. આ કૅમિકલને લીધે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે. આ ખતરો ટાળવા રસિકભાઈએ હાઇડ્રોપોનિક્સનો વિકલ્પ શોધી કાઢ્યો.
હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ ઇઝરાયલ, જર્મની, ચીન, અમેરિકા સહિત ઘણા દેશોમાં થાય છે. આ પદ્ધતિ હવે ગુજરાત પણ પહોંચી ગઈ છે.
જુઓ, કેવી રીતે જ્ઞાન અને ટેકનૉલૉજીના અનોખ સંગમે કેવી રીતે બદલી નાખ્યું આ ગુજરાતી ખેડૂતનું જીવન.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો