ગંગાકિનારે મૃતદેહોના ઢગલા પાછળની અસલી કહાણી, સ્થાનિકોએ શું કહ્યું?

પ્રકાશિત

ગંગા ભારતની અસ્મિતા, સંસ્કૃતિ, ધર્મ, આસ્થા અને રાજકારણ સાથે જોડાયેલી માત્ર નદી જ નથી, પરંતુ આ અઢી હજાર કિલોમિટર લાંબી નદીને લોકો જીવનદાત્રી માને છે.

કોરોના મહામારી દરમિયાન તેમાં તરતા અને ઘાટો પર દફન સેંકડો મૃતદેહોની સંખ્યા જોઈને સવાલ થાય કે આખરે ગંગા શબવાહિની કઈ રીતે બની ગઈ?

આ મૃતદેહો મોટી સંખ્યા કોરોનાના દર્દીની હોઈ શકે છે. આ પાણીમાં વહેતા અને દફન કરાયેલા મૃતદેહો લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર કેવી અસર પડશે?

આ સવાલોના જવાબ સાથે પ્રયાગરાજથી રૂપા ઝાનો રિપોર્ટ.

શૂટ : પવન જયસ્વાલ

ઍડિટ : નેહા શર્મા

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો