You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનાની વૅક્સિન હવે લોકોને નાકથી અપાશે, શું હશે આ રસીમાં?
વડા પ્રધાન મોદીએ દાવો કર્યો કે તેમની સરકારની સક્રિયતાને કારણે કોરોનાવાઇરસ સામેના વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે. મોદીએ દાવો કર્યો હતો કે દેશમાં સાત જેટલી અલગ-અલગ કંપનીઓ રસી બનાવવાની કામગીરીમાં લાગેલી છે.
ભારતમાં હાલમાં કોવૅક્સિન, કોવિશિલ્ડના ડોઝ અપાઈ રહ્યા છે.
આ સિવાય બાયૉલૉજિકલ ઈની કોરોના વૅક્સિનને માટે 30 કરોડ ડોઝના ઑર્ડર આપ્યાં છે, જેને હજુ સુધી મંજૂરી મળી નથી.
કોરોના વાઇરસ સામે સૌપ્રથમ સ્વદેશી વૅક્સિન વિકસાવનારી હૈદરાબાદસ્થિત કંપની ભારત બાયોટૅકે 'કોવૅક્સિન' વિકસાવી.
આ કંપની દ્વારા જ નાકમાં આપવમાં આવતી વૅક્સિનનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.
કંપનીનો દાવો છે કે આ કોરોનાની સામે રક્ષણ આપશે, ઉપરાંત તેનો ફેલાવો અટકાવશે. નાકના ઊંડાણની રોગપ્રતિકારક ક્ષમતાવ્યવસ્થાને કારણે નાક મારફત આ વૅક્સિન સારી રહેશે, એવું કંપનીનું માનવું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો