ગુજરાતમાં ચોમાસું કેટલા દિવસમાં શરૂ થશે?
ગુજરાતના ઘણા વિસ્તારોમાં હાલ ચોમાસા પહેલાંનો વરસાદ પડી રહ્યો છે. પરંતુ કેરળમાં શરૂ થયેલું ચોમાસું હજી ગુજરાત સુધી પહોંચ્યું નથી.
ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ચોમાસાના વરસાદ બાદ ખેડૂતો વાવણી કરતા હોય છે. ચોમાસાનો વરસાદ જ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ લાવે છે. મહારાષ્ટ્ર સુધી પહોંચેલા ચોમાસાની ગુજરાતમાં હજી એન્ટ્રી થઈ નથી.
કેરળથી શરૂ થયેલું ચોમાસું હાલ ઘણાં રાજ્યોમાં પહોંચી ગયું છે. શરૂઆતી તબક્કામાં ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધ્યું હતું અને ઘણા વિસ્તારોને તેણે આવરી લીધા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 11 જૂનના રોજ બંગાળની ખાડીમાં ઉત્તર તરફ એક લૉ પ્રેશર સર્જાવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં મુંબઈની સાથે કદાય 15 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો