વેરાવળમાં લાખો રૂપિયાની હોડીઓ કેવી રીતે બનાવવામાં આવે છે?
પ્રકાશિત
વેરાવળના બંદર પર હોડી બનાવવામાં આવે છે. માછીમારી આ ક્ષેત્રમાં મુખ્ય વ્યવસાયો પૈકી એક હોઈ હોડીનિર્માણનો ઉદ્યોગ અહીં વિકસ્યો છે.
હોડીનિર્માણોદ્યોગમાં ઘણા લોકોને રોજગારી મળી રહે છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે ટેકનૉલૉજીના આ યુગમાં પણ હોડીનિર્માણનો ઉદ્યોગ મોટા ભાગે હાથની કારીગરી પર જ આધારિત છે.
એક હોડીને બનાવવા પાછળ દસથી 12 લોકો કામ કરે છે અને જેને બનતા ત્રણ મહિનાની આસપાસનો સમય લાગે છે.
હોડીમાં માછીમારોને તમામ સુવિધાઓ મળી રહે તે રીતે તેનું બાંધકામ કરવામાં આવે છે.
કોલ્ડ સ્ટોરેજ અને માછીમારોના રહેવાની સુવિધા સાથે બનતી એક હોડીને બનાવવામાં 50 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે.
જુઓ કેવી છે હોડીનિર્માણની આ અનોખી પ્રક્રિયા.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો