You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : એ ગામ જ્યાં પશુઓ જે દૂષિત પાણી પીવે છે એ જ પાણી પીવા ગામલોકો પણ મજબૂર
કોરોનાની મહામારી વચ્ચે કચ્છમાં પાણીનો પ્રશ્ન દિવસેને દિવસે વિકટ બનતો જાય છે.
ભુજ તાલુકાના છેવાડાના બન્ની પંથકના લોકો બે બેડાં પાણી માટે હાલ વલખાં મારી રહ્યા છે.
બહેનો અને દીકરીઓને પાણી મેળવવા માટે કલાકોની સફર ખેડવી પડી રહી છે.
આ વિસ્તારમાં કુવા, અવાડા, નદી- નાળાં ખાલી થઈ જતાં લોકો દૂષિત પાણી પીવા પણ મજબૂર બન્યા છે.
કચ્છનો બન્ની વિસ્તાર આમ તો પશુધન માટે વિખ્યાત છે.
અહીં ગાય અને ભેંસની સંખ્યા ખૂબ વધુ છે.
પરંતુ અહીંના લોકોની પાણીની સમસ્યા વર્ષોથી દૂર થતી નથી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકાર ચૂંટણી સમયે વિવધ વાયદાઓ તો કરે છે પરંતુ ત્યારબાદ તેમને કોઈ મદદ મળતી નથી.
ભૌગોલિક રીતે આ વિસ્તાર સૂકો મુલક છે ત્યારે ઉનાળામાં તો સ્થિતિ બદતર થઈ રહી છે.
જીવન જરૂરી પાણી પણ ન મળતું હોવાથી કેટલાક લોકોને હિજરત કરવાનો પણ વારો પણ આવ્યો છે.
જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો