ગુજરાતના ખેડૂતની યુક્તિ: બોર કે વીજળી વગર, આખું વર્ષ ખેતતલાવડીથી કરે છે લાખોની ખેતી
પ્રકાશિત
બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતો પાણીની સમસ્યાનો અવારનવાર સામનો કરતા જોવા મળે છે.
ગત કેટલાંક વર્ષોથી સ્થાનિકોને ત્યાં ખેતીનું પાણી તો ઠીક પરંતુ પીવાનું પાણી મેળવવા માટે પણ દૂર દૂર સુધી ચાલીને જવું પડે છે.
તેવી પરિસ્થિતિમાં ત્યાંના સ્થાનિક ખેડૂતો આ સમસ્યાને નિવારવા માટે ખેતતલાવડી બનાવી રહ્યા છે.
જેથી તેઓ ચોમાસાનું પાણી સંગ્રહ કરીને કોઈની પણ મદદ વગર આખા વર્ષ દરમિયાન વિવિધ પાક લઈ શકે છે.
જુઓ આત્મનિર્ભરતાની આ અનોખી કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો