સુરત શહેરે કોરોના પર કઈ રીતે કાબૂ મેળવ્યો?

પ્રકાશિત

સુરત શહેરમાં એક સમયે ગુજરાતમાં સૌથી વધારે કોરોના વાઇરસના કેસ આવતા હતા, ત્યાં હાલ પ્રમાણસર ખૂબ ઓછા કેસ આવી રહ્યા છે.

સુરત શહેરની મોટા ભાગની હૉસ્પિટલોમાં હાલ પથારીઓ ખાલી છે.

ધમધમતા બજાર અને ગુજરાતમાં સૌથી વધુ વસતીગીચતાના પડકારો હોવા છતાં સુરતમાં કોરોના પર મોટા ભાગે કાબૂ મેળવી લેવાયો હોય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે.

સુરતમાં કોરોના સામે આદરાયેલી જંગમાં એવી તો કઈ રણનીતિ અપનાવાઈ કે એક સમયે ગુજરાતમાં કોરોનાનું હોટસ્પોટ મનાતું સુરત હાલ અમુક અંશે ચિંતામુક્ત બન્યું છે.

જાણવા માટે જુઓ, બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો