દિલ્હીમાં રેમેડિસિવિરની કાળાબજારી કેવી રીતે લોકોનો ભોગ લઈ રહી છે?

પ્રકાશિત

ભારતમાં કોરોનાની બીજી લહેરના સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો પૈકી એક દેશનું પાટનગર દિલ્હી પણ હતું.

અહીં પણ અન્ય સ્થળોની માફક દર્દીઓનાં કીડીયારાં ઉભરાતાં સ્વાસ્થ્યવ્યવસ્થા પર ભારે દબાણ સર્જાયું. જેના કારણે ક્યારેક દવા તો ક્યારેક ઓક્સિજનના અભાવમાં લોકોના જીવ ગયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા.

આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી કેટલાક લોકોએ દર્દીઓના સ્વજનો પાસેથી રેમડેસિવિર જેવી જીવનરક્ષક દવાઓ મેળવી આપવા માટે પાંચ-પાંચ ગણા વધુ પૈસા પડાવવા છતાં નકલી દવા પધરાવી દેવાયા હોવાની કિસ્સા નોંધાયા.

જેના કારણે ઘણા લોકો મૃત્યુને ભેટ્યા.

જુઓ., ભારતના પાટનગર દિલ્હીમાં કેવી રીતે જીવનરક્ષક દવાઓના નામે નકલી દવાએ લોકોના જીવ લીધા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો