ઉત્તર પ્રદેશ : મૃતદેહોના ઢગથી ઢંકાયેલા ગંગાઘાટે કોરોનાની વાસ્તવિકતા ઉજાગર કરી નાખી?

પ્રકાશિત

ગંગાકિનારે રેતીમાં દફન મૃતદેહોની આ તસવીર કદાચ તમે પહેલીવાર નહીં જોતા હોવ.

પાછલા અમુક દિવસોથી આ તસવીર અને વીડિયો ચર્ચામાં છે.

મીડિયા અહેવાલો પ્રમાણે આ સેંકડો મૃતદેહો કોવિડ દર્દીઓના છે.

ગામમાં આટલા બધા લોકોનાં મૃત્યુ કઈ રીતે થયાં અને આ મૃતદેહો કોના છે આ પ્રશ્નોના જવાબ હજુ સુધી મળ્યા નથી.

કોવિડની મહામારી સામે ઝઝૂમી રહેલા ભારતમાં અત્યારસુધીમાં આશરે ૩ લાખથી વધુ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

ઉત્તર પ્રદેશમાં મૃતદેહોથી ઢંકાયેલા ગંગાના ઘાટે આ મહામારીની ત્રાસદીની અલગ તસવીર રજૂ કરી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો