રતન ટાટાની કંપનીએ કહ્યું, કર્મચારી કોરોનામાં મૃત્યુ પામે તો પણ પગાર રહેશે ચાલુ

પ્રકાશિત

ટાટા સ્ટીલે તેમના કર્મચારીઓને કોરોનાની વચ્ચે રાહત આપતો એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જે ઉમદા નિર્ણય હાલ ચર્ચામાં છે.

ટાટા સ્ટીલે પોતાના કર્મચારીઓ અને તેમના પરિવાર માટે સોશિયલ સિક્યૉરિટી સ્કીમની જાહેરાત કરી છે. ટાટા સ્ટીલે જાહેરાત કરી છે કે કોરોનાથી મૃત્યુ પામનારા તેમના કર્મચારીઓનો પગાર ચાલુ રાખવામાં આવશે.

ટાટા સ્ટીલે એક પરિપત્ર ટ્વિટર પર શેર કર્યો છે. પરિપત્રમાં કંપનીએ કહ્યું કે કર્મચારીઓને સામાજિક સુરક્ષા હેઠળ મદદ કરવાની તમામ સંભવ કોશિશ કરી રહી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો