You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતનો એ જિલ્લો જે ઑક્સિજન મામલે છે આત્મનિર્ભર
છેલ્લા કેટલાક દિવસમાં જોવા મળ્યું કે ગુજરાતજ નહીં પરંતુ ભારતના અનેક રાજ્યોમાં ઓક્સિજન માટે દરદીઓના પરિવારજનોએ ઠેરઠેર ભટકવું પડ્યું અને તેના પુરવઠા માટે બુમરાણ મચી હતી.
તેવામાં મહારાષ્ટ્રનો નંદુરબાર જિલ્લો મહારાષ્ટ્ર અને ગુજરાત જ નહીં, સમગ્ર દેશને માટે રાહ ચીંધનાર બન્યો છે.
'ડૉક્ટર બાબુ' રાજેન્દ્ર ભારુડની દૂરંદેશીને કારણે કોરોનાની બીજી ભયાનક લહેરની વચ્ચે પણ ત્યાં ઓક્સિજનની તંગી ઊભી થવા પામી ન હતી.
નંદુરબાર એ ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર આવેલો આદિવાસી બહુમતીવાળો વિસ્તાર છે. જેની તબીબી માળખાકીય સુવિધા પૂરતી સક્ષમ ન હતી.
વર્ષ 2020માં કોરોનાની પહેલી લહેર વખતે નંદુરબારમાં એક દિવસમાં મહત્તમ 190 જેટલા કેસ નોંધાયા હતા. ડૉ. ભારુડને અંદાજ આવી ગયો હતો કે આગામી સમયમાં ઓક્સિજનની જરૂર પડી શકે છે.
પછી તેમણે જે કર્યું તેમાંથી શીખવા જેવું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો