અમદાવાદમાં પાંચ માળની ઇમારત ઘડીકમાં જમીનદોસ્ત થઈ ગઈ
પ્રકાશિત
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં કાજીના ધાબા નજીક એક પાંચ માળની ઇમારત તૂટી પડી છે.
ઇમારત તૂટી પડી એ સમયે અનેક લોકો ત્યાં હાજર હતા. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી એમ અમદાવાદ ફાયર-બ્રિગેડના વડા રાજેશ ભટ્ટે કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે તૌકતે વાવાઝોડાને કારણે અમદાવાદમાં પણ મોટા પાયે નુકસાન થયું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો