You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના કાળમાં વડા પ્રધાનમોદીની લોકપ્રિયતા ઘટી ગઈ છે?
કોરોનાની બીજી લહેર દરમિયાન લોકોના જીવ બચાવવામાં નરેન્દ્ર મોદી આગેવાનીવાળી કેન્દ્ર સરકારના પ્રયત્નો પર ઘણા પ્રશ્નો ઊઠી રહ્યા છે.
દેશ અને વિદેશના મીડિયા સંસ્થાનો ભારત સરકાર અને સીધા વડા પ્રધાન મોદી પર કોરોના મહામારીના મિસમૅનેજમેન્ટનો આરોપ મૂકી રહ્યા છે.
આવી પરિસ્થિતિમાં ઘણા એવું માની રહ્યા છે કે સાત વર્ષથી ભારતમાં સત્તાના સર્વોચ્ચ સ્થાને બિરાજમાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને કોરોના મહામારીનો ફટકો પડ્યો છે.
ઘણા માની રહ્યા છે કે કોરોનાની બીજી લહેરે દેશમાં પ્રવર્તી રહેલી અવ્યવસ્થા અંગે લોકોને વાકેફ કરવાનું કામ કર્યું છે.
રૉયટર્સ ડોટકૉમના એક અહેવાલ અનુસાર બે સર્વેનાં પરિણામો પ્રમાણે કોરોનાને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયો છે.
નોંધનીય છે કે ભારત પાછલા ઘણા સમયથી કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. અને દેશ અને વિદેશનાં ઘણાં મીડિયા સંસ્થાનો અને નિષ્ણાતો મોદી સરકાર અપેક્ષા મુજબ કામ ન કરી રહી હોવનો મત વ્યક્ત કરી ચુક્યાં છે.
પરંતુ આ તમામ દાવાઓમાંથી સત્ય શું છે? શું ખરેખર કોરોના વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા માટે ઘાતક નીવડ્યો છે?
જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો