કોરોનાની સારવાર ગાયના છાણમાંથી? ડૉક્ટરો શું કહે છે?

પ્રકાશિત

છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી ભારતમાં કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે અને તેની સાથે જ કોરોના સામે લડવા માટે જુદા-જુદા ઘરેલુ ઉપાયો લોકો દ્વારા સૂચવવામાં આવી રહ્યા છે.

એક વર્ષ દરમિયાન ગાયનાં છાણ અને ગૌમૂત્ર દ્વારા કોરોનાની સારવાર માટેના અનેક ઉપાયો બતાવવામાં આવી રહ્યા છે. ઘણા લોકો આ ઉપાયોને અનુસરી પણ રહ્યા છે.

હાલમાં એક દાવો કરવામાં આવી રહ્યો છે કે શરીર પર ગાયનું છાણ અને ગૌમૂત્રનો લેપ લગાવવમાં આવે તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે તેમજ તેનાથી કોરોનાના સંક્રમણથી સ્વસ્થ થવામાં પણ મદદ મળે છે.

પરંતુ નિષ્ણાત તબીબો કોરોનાની સારવાર માટે ઉપયોગ થઈ રહેલા ગાયના છાણના ઉપાય અંગે ચેતવણી આપી રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો