બિહારના બક્સરમાં ગંગાકિનારે તરી આવેલી 40 લાશોનું રહસ્ય શું?

વીડિયો કૅપ્શન, બિહારના બસ્તરમાં ગંગા કિનારે તરી આવેલી 40 લાશોનું રહસ્ય શું?
પ્રકાશિત

બિહારના બક્સર જિલ્લાના ચૌસા પ્રખંડના ચૌસા સ્મશાન ઘાટ પર ગંગા નદીમાં ઓછામાં ઓછા 40 મૃતદેહો તરતા મળ્યા છે.

સ્થાનિક પ્રશાસને બીબીસી સાથેની વાતચીતમાં આની પુષ્ટિ કરી છે. પરંતુ સ્થાનિક પત્રકારોએ દાવો કર્યો છ કે તેમણે સ્મશાન ઘાટ પર આનાથી વધારે મૃતદેહો જોયા છે.

સ્થાનિક સ્તર પરથી જે તસવીરો આવી છે તે હૃદયદ્વાવક છે, જેમાં મૃતદેહોને જાનવરો પીંખી રહ્યા છે.

ચૌસાના વિભાગીય વિકાસ અધિકારી અશોક કુમારે બીબીસીને કહ્યું, "30થી 40 મૃતદેહો ગંગા નદીમાં મળ્યા છે. શક્યતા છે કે આ મૃતદેહો ઉત્તર પ્રદેશથી વહીને અહીં પહોંચ્યા હોય."

"મેં ઘાટ પર હાજર લોકો સાથે વાત કરી જેમણે કહ્યું કે મૃતદેહો અહીંના નથી."

આ દરમિયાન બક્સરના જિલ્લાધિકારી અમન સમીને એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે અમે લોકો ગાઝીપુર અને બલિયાના જિલ્લાધિકારી સાથે સંપર્ક કરી રહ્યા છીએ જેથી ત્યાંના મૃતદેહોના અંતિમસંસ્કાર ત્યાં જ કરવામાં આવે.

સાથે જ તેમણે કહ્યું કે તેમ છતાં જો કોઈ મૃતદેહ બક્સરના વિસ્તારમાંથી અહીં પહોંચી જશે તો પૂર્ણ સન્માન સાથે અહીં અંતિમસંસ્કાર કરી દેવામાં આવશે.

બક્સર જિલ્લો ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યની સરહદ પર આવેલો છે.

ગંગા નદીના કાંઠે વસેલા આ જિલ્લાના ઉત્તરમાં યુપીનો બલિયા જિલ્લો અને પશ્ચિમમાં ગાઝીપુર જિલ્લો આવેલો છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો