રાજકોટ : કોરોનામાં માતાપિતા ગુમાવ્યાં બાદ પણ દીકરી હૉસ્પિટલમાં દર્દીની સારવારમાં લાગી ગઈ

પ્રકાશિત

અપેક્ષા રાજકોટમાં એમબીબીએસ (બૅચલર ઑફ મેડિસિન, બૅચલર ઑફ સર્જરી)નાં વિદ્યાર્થિની છે.

અપેક્ષાના પપ્પા કલ્પેશભાઈ મારડિયાનું 6 એપ્રિલે કોરોનાને કારણે અવસાન થયું.

પપ્પાના આઘાતમાંથી બહાર આવે તે પહેલાં જ 10 એપ્રિલે તેમનાં માતા જિજ્ઞાબહેને પણ કોરોનાથી જીવ ગુમાવ્યો.

જીવનમાં જેમનો સધિયારો હતો તેઓ જ સિધાવી ગયાં.

જોકે, અપેક્ષા સંજોગોની સામે હારીને બેસી ન રહ્યાં. માતાપિતાના અવસાનના પખવાડિયામાં તેમણે પોતાની ડ્યૂટી જોઈન કરી લીધી.

વીડિયો : બિપિન ટંકારિયા અને પ્રીત ગરાલા

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો