You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી સરકારે આખરે સ્વીકાર્યું કે દેશમાં કોરોના આટલો ઝડપથી કેમ ફેલાયો?
પ્રકાશિત
ભારતે કહ્યું છે કે માર્ચ મહિનામાં મળી આવેલું કોરોના વાઇરસનું નવું વૅરિઅન્ટ દેશમાં ભયાવહ થતી કોરોનાની બીજી લહેરની પાછળ સૌથી મોટું કારણ હોઈ શકે છે.
ઘણાં રાજ્યોમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે, ત્યાં સૅમ્પલમાં ડબલ મ્યૂટેન્ટ એટલે કે B.1.617 વૅરિઅન્ટ જોવા મળ્યો છે.
આ વાત નેશનલ સેન્ટર ફૉર ડિઝિઝના કંટ્રોલના એક અધિકારીએ કહી છે.
જોકે, તેમનું કહેવું છે કે અત્યાર સુધી વધતા કેસ અને નવા મ્યૂટેન્ટ સાથેનો સહસંબંધ સંપૂર્ણ રીતે સ્થાપિત કરી શકાયો નથી.
વાસ્તવમાં ડબલ મ્યૂટેન્ટ એને કહેવાય છે જ્યારે એક જ વાઇરસમાં બે મ્યૂટેન્ટ સામેલ થઈ જાય છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો