ભારતમાં કોરોના વાઇરસનો કેર ક્યારે અટકશે? વૈજ્ઞાનિકે આપ્યો આ જવાબ

પ્રકાશિત

ભારતમાં હાલ કોરોના વાઇરસની બીજી લહેર ચાલી રહી છે. દેશનાં અનેક રાજ્યોમાં કોરોના વાઇરસ કેર વર્તાવી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે.

મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત જેવાં રાજ્યોમાં સ્થિતિ વધારે કથળેલી છે. કોરોનાનો સીધો કે આડકતરો ભોગ બનનાર દરેકના મનમાં એક જ સવાલ છે કે, કોરોના ક્યારે જશે અને ક્યારે જિંદગી સામાન્ય બનશે.

જાણીતાં વાઇરોલૉજીસ્ટ ગગનદીપ કાંગે કહ્યું છે કે દેશમાં ક્યારથી કેસ ઘટવા લાગશે અને ક્યારે સ્થિતિ સામાન્ય થશે તે અંગે વાત કરી છે. જાણો એમનો મત વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો