'તમારી માટે નહીં તો અમારી માટે રસી લો', જ્યારે પૌત્રીઓ દાદા-દાદીની પ્રેરણા બની

પ્રકાશિત

રાજકોટમાં જ્યાં કેટલાંક ગામોમાં લોકો કોરોનાની રસી લેવાથી ડરતા હોવાના સમાચાર આવતા, ત્યાં એક ગામ એવું છે જ્યાં સો ટકા વડીલોનું રસીકરણ થઈ ગયું છે.

ગામમાં દરેક વડીલે કોરોના સંક્રમણ સામે રક્ષણ માટે રસી મુકાવી છે, તેની પાછળની પ્રેરણા તેમની પૌત્રીઓ છે.

જેમણે પત્ર લખીને, સમજાવીને પોતાનાં દાદા-દાદી તથા ગામના દરેક વડીલને રસી લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

વીડિયો : બિપિન ટંકારિયા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો