વડોદરાના આ વડીલે કૅન્સરને અને કોરોનાને હરાવ્યા, હવે બીજાને હિંમત આપે છે

પ્રકાશિત

કોરોના વાઇરસનું સંક્રમણ પહેલી લહેર કરતાં બજી લહેરમાં વધારે જીવલેણ બન્યું છે અને સંક્રમણનો દર પણ વધ્યો છે.

કોરોના મહામારીની બીજી લહેરમાં કેટલાય દર્દીઓ ઓક્સિજન, બેડ અને દવાઓના અભાવે જીવ ગુમાવી રહ્યા હોવાના અહેવાલો આવી રહ્યા છે.

ઘણા દર્દીઓ એવા છે કે જે લડત આપતાં પહેલાં જ આ બીમારી સામે હારી જાય છે.

આ વચ્ચે વડોદરાના આ વડીલની કહાણી સાંભળવા જેવી છે.

એમને કૅન્સર હતું, એમાંથી માંડ બહાર આવ્યા હતા અને કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો. આખો પરિવાર ચિંતામાં હતો, પરંતુ પોતાની ઇચ્છાશક્તિના જોરે તેમણે કોરોના સંક્રમણને પણ માત આપી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો