દેશમાં લૉકડાઉન લાદવામાં આવશે? મોદી સરકારની કોરોના ટાસ્ક ફોર્સે કરી આકરી રજૂઆત
પ્રકાશિત
અહેવાલ અનુસાર ભારત સરકારની કોરોના વાઇરસની ટાસ્ક ફોર્સના, ટૅક્નિકલ એક્સપર્ટ ગ્રૂપે કોરોના વાઇરસના કેસ વધવાને કારણે કેન્દ્ર સરકારને ‘દેશભરમાં લૉકડાઉન’ લાગુ કરવાની આકરી રજૂઆત કરી હતી.
દેશની મહત્ત્વની આરોગ્ય સંસ્થા એઇમ્સ અને આઈસીએમઆરના અનેક નિષ્ણાંતો આ ટાસ્ક ફોર્સમાં સામેલ છે, તેમણે હાલમાં વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણની વચ્ચે અનેક વખત મીટિંગ કરી હતી.
આ સભ્યો વચ્ચે થયેલી ચર્ચા એટલા માટે મહત્ત્વની બને છે કારણ કે ટાસ્ક ફોર્સના ચૅરપર્સન વી.કે. પૌલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રિપોર્ટ કરે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો