ગુજરાતનું વિકાસ મૉડલ કોરોના મહામારી સામે ઘૂંટણિયે કેવી રીતે પડ્યું?

પ્રકાશિત

ગુજરાતમાં સ્થિતિ એવી છે કે લગભગ દરેક માણસને મનમાં ફડકો છે કે મને જો કોરોના થાય તો ઓક્સિજન મળશે કે નહીં? મને રેમડેસિવિર ઇન્જેક્શન મળશે કે નહીં?

રાજ્યમાં છેલ્લા એક વર્ષથી અવિરત કામ કરતાં ડૉક્ટરો થાકી ગયા છે અને કોરોનાના દરદી ગયા વર્ષ કરતાં વધી રહ્યા છે.

નિષ્ણાતો કહે છે કે જે 'ગુજરાત મૉડલ'ને સતત ચગાવવામાં આવ્યું હતું તે કેટલું પોકળ છે, એ કોરોનાએ માત્ર એક વર્ષમાં સાબિત કરી દીધું છે.

ગુજરાત મૉડલને આગળ ધરીને જ નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના દાવેદાર બન્યા હતા અને પછી તેઓ દેશના વડા પ્રધાન બન્યા હતા.

વીડિયો : તેજસ વૈદ્ય\સુમિત

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો