ભારતમાં કોરોના વાઇરસની સ્થિતિ વિશ્વના વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય કેમ?

પ્રકાશિત

WHOનાં મુખ્ય વિજ્ઞાની ડૉ. સૌમ્યા વિશ્વનાથનના કહેવા પ્રમાણે, "વાઇરસ સરહદ, રાષ્ટ્રીયતા, ઉંમર, લિંગ કે ધર્મના ભેદભાવ નથી જોતો. અત્યારે જે ભારતમાં જોવા મળી રહ્યું છે, તે અન્ય દેશોમાં પણ દેખાઈ રહ્યું છે."

પ્રવાસ નિયંત્રણ, વારંવાર ટેસ્ટ, ક્વોરૅન્ટીન તથા અન્ય પ્રકારની કાળજી રાખવા છતાં તેનો ફેલાવો થવાની શક્યતા રહે છે.

જો કોઈ એક દેશમાં મોટા પ્રમાણમાં વાઇરસ ફેલાઈ ગયો હોય અને પ્રવાસી ત્યાંથી આવ્યો હોય તો તે પોતાની સાથે તેને લઈ જઈને અન્ય દેશમાં ફેલાવે તેની સંભાવના વધી જાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો