કોરોનાની ભયાવહ સ્થિતિ : રાજકોટનું એ સ્મશાન જ્યાં કેટલાય દિવસથી શાંત નથી થયો ચિતાનો અગ્નિ
પ્રકાશિત
સતત સળગી રહેલી ચિતાઓનાં આ દૃશ્યો રાજકોટના વાગુદળ ગામના છે. કોવિડ દર્દીઓની અંતિમવિધિ માટે અહીં રાજકોટનું સૌથી મોટું સ્મશાન શરૂ કરાયું છે.
અહીં એક સાથે 15 મૃતદેહોના અંતિમસંસ્કાર થઈ શકે તેવી વ્યવસ્થા છે.
કરૂણ વાત તો એ છે કે સતત છ દિવસથી અહીં રોજ 40 જેટલા અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં સેંકડોની સંખ્યામાં દરરોજ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે, જેના કારણે સ્મશાનોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.
વીડિયોના કેટલાંક દૃશ્યો તમને વિચલિત કરી શકે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
