સુરત : પાંચ મહિનાનાં ગર્ભ છતાં મુસ્લિમ મહિલા કોવિડ સેન્ટરમાં કરે છે દર્દીઓની સેવા

પ્રકાશિત

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે અને સાથે જ મોતનો આંકડો પણ વધી રહ્યો છે.

લોકો હાલ કોરોનાના કેરથી ડરી રહ્યા છે અને હૉસ્પિટલોમાં સારવાર માટે જગ્યા નથી. આવા સમયે સુરતમાં એક માનવતાની મિશાલ સમી કહાણી સામે આવી છે.

અહીં કોરોના કેર સેન્ટરમાં એક મુસ્લિમ મહિલા નર્સ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યાં છે. એટલું જ નહીં તેમને પાંચ મહિનાનો ગર્ભ છે છતાં પણ તેઓ કોરોનાના દર્દીઓને બચાવવા માટે પોતાની સેવા આપી રહ્યાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો