ગુજરાતમાં ઓક્સિજનની અછત વચ્ચે એ ગ્રૂપ જે દર્દીઓને મફતમાં આપે છે ઓક્સિજન
ઉંઝામાં આશરે સાત વર્ષ પહેલાં ફેફસાની બિમારીથી એક મિત્રને ગુમાવનારા 18 જેટલાં મિત્રોએ મળીને ફ્રીમાં ઓક્સિજનની સેવા આપવાનો નિર્ણય કર્યો હતો.
જે હાલ કોરોનાના કપરા સમયમાં અનેક લોકોનો જીવ બચાવી રહ્યો છે. કમલેશભાઈ પટેલનું ફેફસાની બીમારીને કારણે લાંબા સમય સુધી ઓક્સિજન પર રહ્યા બાદ મૃત્યુ થયું હતું.
જેથી તેમનાં મિત્રોએ નિર્ધાર કર્યો હતો કે મિત્ર કમલેશને જે તકલીફ પડી એ બીજા કોઈને પૈસાના અભાવે કે ઓક્સિજન મશીનના અભાવે ન પડે એવી વ્યવસ્થા ઉભા કરવામાં આવે.
કોરોના મહામારીમાં જ્યારે અનેક જગ્યાએ તપાસ કરવા છતાં પણ ઓક્સિજન મળી નથી રહ્યો ત્યારે આ પરિશ્રમ સેવા ટ્રસ્ટ દ્વારા આજે વિના મૂલ્યે ઓક્સિજનની સેવા પૂરી પાડવામાં આવે છે.
કમલેશ પી. કે. પટેલ ઓક્સિજન સેન્ટરમાં શરૂઆતમાં અંદાજે 60 થી 70,000 રૂપિયાના કિંમતનું એક મશીન એવા 3 મશીન થી શરૂ કરેલ આ સેવા આજે દાતાઓ ના સહકાર થી 98 મશીન દ્વારા સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની સેવા શરૂ કરી છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો