ગુજરાતમાં વધુ એક બીમારીનો ફફડાટ, દર્દીઓ સારવાર લેવા મહારાષ્ટ્ર કેમ જઈ રહ્યા છે?

પ્રકાશિત

હાલ જ્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની મહામારીનો કેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે ગુજરાતની મહારાષ્ટ્ર સાથે જોડાયેલી સરહદ પરનાં ગામોમાં ટાઈફૉઇડના દર્દીઓ મળી આવ્યાના અહેવાલો વહેતા થયા છે.

સ્થાનિક અખબારો અને પત્રકારો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર ગુજરાતના તાપી જિલ્લાનાં સાયલા, વડલી, ભીલભવાલી અને નાસેરપુર ગામોમાં ટાઈફૉઇડના દર્દી મળી આવ્યા છે.

જોકે, સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે સોશિયલ મીડિયા અને અખબારોમાં વહેતા થયેલા અહેવાલો અને તસવીરો મહારાષ્ટ્રનાં ગામોનાં છે.

ગુજરાતનાં ગામોમાં સતત ટેસ્ટિંગની કાર્યવાહી ચાલુ છે, છતાં ટાઈફૉઇડના કોઈ દર્દી મળી આવ્યા નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો