મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા રિક્ષામાં મજૂરોનું વતન ભણી સ્થળાંતર

પ્રકાશિત

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના વધતા કેસને જોતાં મજૂરો વતન પાછા જઈ રહ્યા છે.

આ રિક્ષાઓ મુંબઈ-આગ્રા હાઈવે પર ચાલી રહી છે. આ હાઈવે નાસિક શહેરમાંથી પસાર થાય છે.

દરેક રિક્ષામાં 4-6 લોકો બેઠેલા છે. કેટલાક એક જ પરિવારના કે પછી મિત્રો છે. ઓછામાં ઓછો સામાન લઈને તેઓ પોતાના વતન જવા રવાના થયા છે.

મહારાષ્ટ્ર સરકારે વીકેન્ડ લૉકડાઉનની જાહેરાત કરી છે અને આ મજૂરોને ડર છે તેમની આજીવિકા ખોરવાઈ જશે એટલે ફરી એક વાર સ્થળાંતર શરૂ થઈ ગયું છે. તેમાંથી મોટા ભાગના રિક્ષાચાલકો છે.

તેઓ કહે છે કે લગભગ 3-4 હજાર લોકો આવી જ રીતે વતન પરત જઈ રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો