કોરોનાની અલગઅલગ રસી વચ્ચે સરખામણી કેમ ન કરવી જોઈએ?

પ્રકાશિત

દુનિયામાં કોરોના વાઇરસની અનેક રસી પર કામ ચાલી રહ્યું છે અને અલગ-અલગ દેશોમાં અલગ-અલગ રસી મુકાઈ રહી છે.

ભારતમાં એસ્ટ્રાઝેનેકાની રસી કોવિશીલ્ડ અને ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલિ કોવૅક્સિન પણ મુકાઈ રહી છે, ત્યારે રશિયાની સ્પુટનિક Vને પણ હવે મંજૂરી મળ્યાના અહેવાલો છે.

અમેરિકા સહિત અન્ય દેશોમાં ફાઇઝર અને મૉડર્નાની રસી પણ મુકાઈ રહી છે, ત્યારે એ સ્વાભાવિક છે કે રસીની સરખામણી થાય.

તમને પણ પ્રશ્ન થતો હશે કે જ્યારે તમારો વારો આવશે અથવા તમારો વારો આવી ગયો હોત તો તમારે કઈ રસી મુકાવવી જોઈએ.

શું ખરેખર રસીની સરખામણી કરવી જોઈએ અને જે કરવી જોઈએ તો કેવી રીતે કરવી જોઈએ? આ વીડિયોમાં જાણો કે અલગ-અલગ રસીની સરખામણી કરવી કેટલી યોગ્ય?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો