લૉકડાઉન ફરી લદાશે એવા ડરમાં પ્રવાસી મજૂરોની વતન ભણી કૂચ

વીડિયો કૅપ્શન, ફરી એક વખત દેશવ્યાપી લૉકડાઉન લદાવાની આશંકાને પગલે શ્રમિકોની વતન ભણી કૂચ
પ્રકાશિત

ભારતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે દેશમાં ફરી એક વાર લૉકડાઉન લદાશે તેવો ભયનો માહોલ છે.

આ ભયના માહોલના પગલે દેશનાં વિવિધ રાજ્યોમાંથી ફરીથી રોજરોટી રળવા અર્થે પોતાના વતનથી દૂર આવેલા લોકો પોતાનાં વતન પરત ફરી રહ્યાં છે.

નોંધનીય છે કે પાછલા લૉકડાઉનમાં રાતોરાત લૉકડાઉનની જાહેરાત કરી દેવાઈ હતી, જેને પગલે લાખો શ્રમિકોને પગપાળા પોતપોતાનાં વતન જવાની ફરજ પડી હતી.

આ વખત પણ આવી મુશ્કેલીઓ વેઠવાનો વારો ન આવે તે માટે ઘણા શ્રમિકો આગમચેતીના ભાગરૂપે મહારાષ્ટ્ર જેવાં મોટાં રાજ્યોમાંથી વતન ભણી કૂચ કરી રહ્યા છે.

જુઓ આ અંગે બીબીસી ગુજરાતીની વિસ્તૃત રજૂઆત.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો